A A

નવી દિશા.... નવી ઉડાન....

વર્ષો સુધી ગુજરાતની રાજધાની અને વૈભવી, અત્યાધુનિક નગરી તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરનાર જિલ્લા મથક પાટણમાં 21મી સદીના બદલાતા યુગ પ્રમાણે તાલમેલ સાધવા તેમજ ભારત સરકારના ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા ઉપરાંત પાટણના નગરજનોને પોતાના ઘરે બેઠા નગરપાલિકાની વેરા સેવા તેમજ ફરિયાદ સેવાનો લાભ મળી રહે તેવા ઉમદા હેતુથી પાટણ નગરપાલિકા જનસેવા પોર્ટલ નગરપાલિકાના તમામ સદસ્યો અને કર્મચારીના સહિયારા સાથ દ્વારા પાટણની જનતાને સમર્પિત કરી રહ્યા છીએ.

શહરેના છેવાડાના પ્રજાજનો તેમજ વ્યવસાય અર્થે વર્ષોથી બહાર સ્થાયી થયેલા નગરજનોને સામાન્ય કામ માટે નગરપાલિકા સુધી આવવુ ના પડે અને પોતાના સમય તેમજ નાણાંનો વ્યય ના થાય તેવો પ્રયાસ નગરપાલિકા દ્વારા કરાયો છે. આ જનસેવા પોર્ટલ દ્વારા નગરપાલિકાના તમામ સદસ્યો અને કર્મચારીઓ એક નવા અભિગમ સાથે પાટણના લોકો સાથે સમન્વય સાધી શકશે. પાટણના નગરજનો પણ આ જનસેવા પોર્ટલ દ્વારા એક સેતુ સાથે જોડાઈ આ સેવાકર્મમાં સહભાગી થઇ શકશે.